વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે “કોરોના” ના ટેસ્ટ માટે મશીન ફાળવાયું
(માહિતિ વિભાગ-તાપી) : વ્યારા: તા: ૨૩: “કોરાના” ના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યારાની જનરલ હોસ્પિટલને ટ્રુ નેટ ( true net) મશીનની ફાળવણી કરવામાં આવી છે.
સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરી દ્વારા આજે લેબોરેટરી વિભાગ ખાતે આ મશીનને કાર્યાન્વિત કરાવી તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. ડો.ચૌધરીના જણાવ્યા અનુસાર “કોરોના”ના ટેસ્ટિંગ માટે પહેલા તાપી જિલ્લાના સેમ્પલ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા પડતા હતા, જે હવેથી અહીંયા જ મશીન ઉપલબ્ધ થતા વ્યારા ખાતે જ આ ટેસ્ટ કરી શકાશે.
વ્યારા ખાતે જ આ સુવિધા ઉપલબ્ધ થતા “કોરોના”ના ટેસ્ટિંગ રિપોર્ટ ઝડપથી મળી જશે, જેથી જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર પણ વિના વિલંબે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે શરૂ કરી શકાશે, એમ ડો.નૌતિક ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.
–