કડોદરા પંથક ફરી ભયમાં માથાભારે લિસ્ટેડ બુટલેગર ઈશ્વરએ પોતાના સાગરીતો સાથે વાકાનેડા ગામમાં રિવોલ્વર લહેરાવી….
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેશસિંહ આર.ગોહિલ સહિતનો પરિવાર રાત્રીએ પોતામાં ઘર આંગણે બેઠો હતો તે સમયે ઈશ્વર વાંસફોડીયાના બે સાગરિતો પુર ઝડપે સ્કોર્પિયો ગાડી લઈ વાંકાનેડા ગામમાં પ્રવેેેશ્યાં ત્યારે ગાડીને રોકી ઉપ સરપંચે ધીરે ગાડી ચલાવવાનું કહેતા સાગરિતોએ ઉશ્કેરાઈને ડેપ્યુટી સરપંચ અને ત્યાં ઉભેલા લોકો સાથે બોલાચાલી કરી હાથપાઈ કરી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ઈશ્વર વાસફોડીયા સહિતના ત્રણ લોકો મોટર સાઇકલ પર ઘટના સ્થળે આવી તેણે પણ બોલાચાલી કરી હતી અને ત્યાં ઉભેલા ઉપસરપંચ સહિતના પરિવાર સામે રિવોલ્વર ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે ઉપસરપંચના પિતાએ તક ઝડપી લઈ ઈશ્વર વાસફોડીયા પાસેથી બંદુક આચકી લેવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ કુટુંબીજનોએ બુમાબુમ કરતા ગ્રામજનોનું ટોળુંએકત્ર થતાની સાથે જ ઇશ્વર વાસફોડીયા અને તેના માણસો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતા અને ભાગવા જતા ગ્રામજનોએ ઈશ્વર વાસફોડીયા સાથે આવેલા સાગરિતોને ઝડપી પાડી, માર માર્યો હતો જોકે આ અંગે કડોદરા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચતા ગામજનોએ ઈશ્વર વાસફોડીયાના પકડેલાં સાગરીતને પોલીસને સોંપ્યો હતા, પોલીસે તપાસ હાથ ધરી છે.