લોક ડાઉન દરમ્યાન છેલ્લા ૧૧ માસથી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરી નાસી જનાર ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.એન.ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગનાઓએ તાપી જીલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે શ્રી ડી.એસ.લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી નાઓ સ્ટાફના એ.ઐસ.આઇ આનંદજી ભાઇ ચેમાભાઇ બ.નં .૨૬૭ તથા અ.હે.કો સમીરભાઇ મદનલાલ બ.નં .૬૬૯ તથા અ.હે.કો કર્ણસિહ અમરસિહ બ.નં .૩૭૬ તથા અ.હે.કો ગણપતભાઇ ગોમાભાઇ બ.નં .૩૭૪ તથા અ.પો.કો. નિતેશભાઇ જયંતીલાલ બને ૪૦૫ તથા અ.પો.કો કલ્પેશભાઇ કાંતીલાલ બ.નં. ૩૮૭ નાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા ડ્રાઇવમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો સમીરભાઇ મદનલાલ બ.નં .૬૬૯ તથા અ.હે.કો કર્ણસિહ અમરસિહ બ.ને ૩૭૬ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , સોનગઢ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૬૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૩૨ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી અમરસિંગભાઇ દિલીપભાઇ વસાવા રહે.સાતકાશી મંદીર ફળીયુ તા.સોનગઢ જી.તાપી નાનો સોનગઢ વાણીયા ફળીયામાં ચાલતા મકાનના મજુરી કામના મજુરો પાસે ઉભેલ છે તેવી બાતમી આધારે તાત્કાલીક પહોંચી જઈ કોર્ડન કરી સૌશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખી તેના નામ ઠામની ખાત્રી કરતા બાતમી મુજબનો ઇસમ હોય જેથી તેને રોકી લીધેલ મજકુર સૌનગઢ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં , ૬૨ / ૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૩૨ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુનાના કામે છેલ્લા ૧૧ મહિનાથી નાસતો ફરતો હતો . જેથી તેને સોશીયલ ડિસ્ટન્સ હેઠળ રાખી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વધુ તપાસ અર્થે પોલીસ ઇન્સ્પેકટર શ્રી સોનગઢ પો.સ્ટે . નાઓને સોંપવામાં આવેલ છે .
શ્રી ડી.એસ.લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ સી.બી. જી.તાપી તથા ટીમને છેલ્લા ૧૧ મહિનાથી નાસતા ફરતા આરોપીને COVID – 19 કોરોના માહામારી અંગેના લોક ડાઉન દરમ્યાન ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .