તાપી ARTO કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

0
ARTO OFFICE TAPI MAYPUR-VYARA.
Contact News Publisher

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.30 : તાપી જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (ARTO) ખાતે દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન નોંધણી, વાહન તબદીલી, ટેક્સ અને પરમિટ સંબંધિત કામગીરી માટે આવતા હોય છે. જેને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

 

જાહેરનામા મુજબ, ઉક્ત અરજદારો સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી ઉક્ત કચેરી પર આવતી જાહેર જનતા કે અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવત્તિ કરી રહેલા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

આ જાહેરનામાની અમલવારી તા.૨૫.૦૭.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *