લોક ડાઉન દરમ્યાન બે વર્ષથી ડોલવણ પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રી એન.એન. ચૌધરી પોલીસ અધિક્ષકશ્રી જી, તાપી તથા શ્રી આર. એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગનાઓએ તાપી જીલ્લામાં નાસતા ફરતા / વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી, ઉપરોક્ત સુચના આધારે તા . ૨૧/૦૬/૨૦૨૦ ના રોજ શ્રી ડી.એસ. લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી તથા સ્ટાફના અ.હે.કો , ચેતનભાઇ ગજાભાઇ બ.નં -૩૬૯ તથા અ.હે.કો. સંજયભાઇ ચિમનભાઇ બ.નં. ૬૬૫ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ સિંગાભાઇ બ.ને , ૩૯૪ તથા અ.પો.કો. કલ્પેશભાઇ જોરસિંગ બ.નં -૩૭૮ તથા અ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ બ.નં. ૩૯ ૧ નાઓ સાથે નાસતા ફરતા ડ્રાઈવમાં ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતાં દરમ્યાન અ.હે.કો. ચેતનભાઇ ગજાભાઇ બ.ને -૩૬૯ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ડોલવણ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં , ૭૮ / ૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ -૬૫ ઇ , ૧૧૬ ( બી ) , ૮૧,૮૩ મુજબ ના ગુનાનો નાસતો ફરતો આરોપી ગીરીશભાઇ નારણભાઇ નાયકા રહે , ખરજાઇ ગામ ઝાડી ફળીયુ તા.વાંસદા જી.નવસારી નાની હાલ મોજે પદમડુંગરી ટુરીઝયમ પેલેસ પાસે શરીરે પીળા કલરની ટુકી બાયની ટી – શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલ છે.જેવી બાતમી મળતાં તાત્કાલીક પહોંચી જઈ કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખી તેના નામ ઠામની ખાત્રી કરતા બાતમી મુજબનો ઇસમ હોય જેથી તેને રોકી લઈ મજકુર ઇસમ ડોલવણ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં , ડોલવણ પો.સ્ટે થર્ડ ગુ.ર.નં .૭૮ ૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ , ૧૧૬ ( બી ) , ૮૧,૮૩ મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જેથી તેને સોશીયલ ડિસ્ટન્સ હેઠળ રાખી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વધુ તપાસ અર્થે પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ડોલવણ પો.સ્ટે . નાઓને સોંપવામાં આવેલ છે .
શ્રી ડી.એસ.લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર એલ સી , બી.જી.તાપી તથા ટીમને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને COVID – 19 કોરોના માહામારી અંગેના લોક ડાઉન દરમ્યાન ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *