પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ ભરુચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન. ઝાલા સાહેબનાઓએ તાબાના પોલીસ માણસોને સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ એલ.સી.બી.ભરુચ તથા ટીમ ભરુચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ભરુચ શહેર એ ડીવીઝન પોસ્ટના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ચિંતન ઉર્ફે અક્ષય જશવંતભાઇ વસાવા મકાન નં. ૬૩ રાધે રેસીડેસી ચાવજ પાસે આવેલ પોતાના ઘરે આવેલ છે. જે મળેલ બાતમી આધારે સદર નાસતો ફરતો આરોપી ચિંતન ઉર્ફે અક્ષય જશવંતભાઇ વસાવાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આવનારા સમયમાં પણ ભરુચ જીલ્લામા લીસ્ટેડ બુટલેગરો તથા નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસરની કાર્વાહી કરવામાં આવશે.
પકડાયેલ આરોપી
ચિંતન ઉર્ફે અક્ષય જશવંતભાઇ વસાવા રહે.મકાન નં .૬૩ રાધે રેસીડેંસી ચાવજ તા.જી. ભરુચ મુ.રહે . દાંડીયા બજાર લોઢવાળનો ટેકરો તા.જી.ભરૂચ
વોંટેડ ગુનાની વિગત
( ૧ ) ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં Ill ૫૮૮/૨૦૧૯ પ્રોહી.એક્ટ ૬૫ એ , ઇ , ૮૧ ૯૮ ( ૨ ) મુજબ
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ
પો.સ.ઇ. એ.એસ. ચૌહાણ તથા હેડ. કોન્સ. હિતેષભાઇ તથા પો.કો. મહીપાલસિંહ , શ્રીપાલસિંહ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.