સીઝનલ ચોરી : માંગરોળ તાલુકાનાં નંદાવ ગામે આવેલી આંબાવાડીમાંથી સાઠ મણ કેરીની થયેલી ચોરી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નંદાવ ગામે,મધુસુદન નાથુભાઈ કતારગામવાળા એ આ ગામ ખાતે અંદાજે ૭૦૦ આંબા ઉછેરી આંબાવાડી બનાવેલી છે.
હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે, આ આબવાડીમાં ૬૦૦ મળ કેરીનો પાક તૈયાર થયો હતો, આબાવાડીની દેખરેખ રાખવા માટે છેલ્લા ઘણાં લાંબા સમયથી જવાનસિંઘ ખાનસિંગ જે નંદાવ ગામે રહે છે,જે આંબાવાડી ખાતે સવારે આવતાં આંબાનાં વૃક્ષો ઉપર કેરી ઓછી નજરે પડતાં ,એણે તમામ આંબા ચેક કરતાં તમામ આંબા ઉપર ઓછી કેરી નજરે પડતાં, ચોરી થઈ હોવાની શકા જતાં ,માલિકને મોબાઈલ થી જાણ કરી હતી, માલિકે પોતાનાં મોબાઈલ ફોનમાં આબવાડીમાં લગાવેલ સીસીટીવી કેમેરાની તસ્વીરો ચેક કરતાં સાંજના સાત વાગ્યાના સુમારે , સાત જેટલાં અજાણ્યા શખ્સો આંબા ઉપરથી કેરી ઉતારીને લઈ જતાં નજરે પડે છે, સીસીટીવી ફુટેજની પ્રિન્ટ કઢાવી, જવાનસિંગે , કોસંબા પોલીસ મથકમાં સાત અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સાઠ મણ કેરી ચોરી જવાની ફરિયાદ નોંધાવી છે.