માંગરોળના મોસાલી ગામે જાહેરમાં રમાતા જુગાર ધામ ઉપર માંગરોળ પોલીસની રેડ : ત્રણ ની અટક, એક વોન્ટેડ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલ, લીમડી ફળિયામાં , ગૌચરની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાઈ રહયો છે એવી બાતમી માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પ્રફુલભાઈ સાકરભાઈ ને મળતાં માંગરોળ પોલીસ મથકની ટીમ બાતમીવાળી જગ્યાએ રવાના થઈ હતી.
પોલીસ બાતમીવાળી જગ્યાએ પોહચતાં અને જુગાર રમતા માણસોને દોડીને પકડવા જતાં તેમાંથી કેટલાંક ઈસમો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસ ટીમે કોર્ડન કરી રોકી લઈ જે તે સ્થિતિમાં બેસવા જણાવી, જુગાર રમનારા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.જેમનાં નામઠામ પૂછતાં ભરત બીજલ વસાવા,રહે.મંદિર ફળિયું, મોસાલી, નિઝામુદીન સીરાજુદીન શેખ,રહે. નવી નગરી ફળિયું, મોસાલી, નાસીર બસીર શેખ, રહે.નવીનગરી, મોસાલી નો સમાવેશ થાય છે,સ્થળ ઉપરથી તથા અંગઝડતી ૨૨૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ નગ બે જેની કિંમત ૧૦૦૦ રૂપિયા, જુગાર દાવ ઉપરના ૫૨૦ રૂપિયા મળી કુલ ૩૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ત્રણ શખ્સો ની અટક કરી છે, જ્યારે નાસી છૂટનાર ઝુંબેર નાસીરભાઈ પઠાણ, રહે. નવીનગરી ,મોસલીને વોન્ટેડ જાહેર કરી , કાયદેસરની એફ.આઈ. આર. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.