સુરત શહેર અને જિલ્લાનાં ઉત્તરપ્રદેશ જવા માંગતા શ્રમિકો માટે આખરી તક

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : સુરત શહેર-જિલ્લાનાં અન્ય તસલુકાઓ સહીત માંગરોળ તાલુકાના પીપોદરા, પાલોદ, મોટા બોરસરા, વગેરે વસતા ઉત્તરપ્રદેશ રાજયના શ્રમિકો માટે તા.૧૮/૬/૨૦૨૦ના ગુરૂવારના રોજ સુરત ખાતેથી સાંજે ૬.૦૦ વાગ્યે ટ્રેન ઉત્તરપ્રદેશ (પ્રતાપગઢ) જનાર છે. જેથી ઉત્તરપ્રદેશના શ્રમિકો પોતાના વતન જવા માંગતા હોય તેઓએ તા.૧૮મી જુને મહારાણાપ્રતાપ ચોક, ગોડાદરા, સુરત ખાતે મોડામાં મોડા સાંજે ૪.૦૦ વાગે પહોંચવાનું રહેશે તેમ સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *