ચોરીના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ.ષગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તપાસ તજવીજમા હતા અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના તમામ પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય દરમ્યાન આજરોજ સાથેના એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઇ સ્ટીવંસનને મળેલ સંયુકત બાતમી આધારે સુરત શહેર ડીંડોલી ખાતેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- શાંતારામ ઉર્ફે સાન્યા પ્રતાપ કોળી ઉ.વ.૪૦ રહે.હાથેડ તા.ચોપડા જી.જલગાવ મહારાષ્ટ્ર ને તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ-
(૧) મહારાષ્ટ્ર ચોપડા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં-૮૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ. (૨) મહારાષ્ટ્ર ધુલીયા નરધાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨/૨૦૦૭ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૩) મહારાષ્ટ્ર ધરનગાંવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૫૭/૨૦૧૫ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૪) મહારાષ્ટ્ર ચોપડા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૫) મહારાષ્ટ્ર ચોપડા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૬) મહારાષ્ટ્ર ચોપડા રૂરલ પો.સ્ટે. ગુ.૨.નં.૬૦૫૪/૨૦૦૮ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૭) મહારાષ્ટ્ર ચોપડા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૨/૨૦૧૧ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૮) મહારાષ્ટ્ર ધરનગાંવ પો.સ્ટે. ગુ.ર.નં.૭૨/૨૦૦૮ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ.સ(૯) મહારાષ્ટ્ર ચાલીસગાંવ પો.સ્ટે. ગુ.ર.નં.૨૭૧/૨૦૧૦ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૧૦) મહારાષ્ટ્ર બડગાંવ પો.સ્ટે. ગુ.૨.નં.૧૨૩/૨૦૧૦ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ. (૧૧) મહારાષ્ટ્ર નરધાના પો.સ્ટે. ગુ.ર.નં.૦૨/૨૦૦૭ ઇ.પી.કો. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનક સ્ટીવંસન તથા પો.કો. અરૂણભાઇ જાલમસિંહએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો
