મુકત તેમજ ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજવા અંગે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તારના પોલીસ અધિકારીઓની સંયુક્ત બોર્ડર મિટિંગ વ્યારા ખાતે યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાલુકા સેવા સદન, નિઝર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી–૨૦૨૬ અનુસંધાને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તારના સંબંધિત જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે સંયુક્ત બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી આઈ.એન. પરમાર, નાયબ પોલીસ અધીક્ષક શ્રી, નિઝર વિભાગ, નિઝર ના અધ્યક્ષસ્થાને બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સદર મિટિંગમાં શ્રી દત્તા પવાર, SDPO શાહદા, શ્રી સુભાષ ભોંયે, SDPO અક્કલકુવા તથા શ્રી એસ.બી. પાટીલ, PI ઉપનગર પો.સ્ટે, શ્રી એસ.વી. નવલકર, PI અક્કલકુવા પો.સ્ટે, શ્રી આર.જી. મોરે, PI તલોદા પો.સ્ટે તેમજ શ્રી આઈ.ડી. દેસાઈ, PI કુકરમુંડા પો.સ્ટે તથા એમ. ડી. વિઠ્ઠલપરા પી આઈ નિઝર હાજર રહેલા હતા.
આ મિટિંગમાં બોર્ડર વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા, આંતરરાજ્ય સંકલન મજબૂત બનાવવાની તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને મુક્ત, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
તદુપરાંત, બોર્ડર ચેકપોસ્ટોની સઘન ચકાસણી, શંકાસ્પદ વાહનો પર નજર, દારૂ તથા રોકડની હેરફેર અટકાવવા, તેમજ ઇન્ટેલિજન્સ માહિતીના પરસ્પર આદાન પ્રદાન અંગે પણ ચર્ચા કરવા માં આવી હતી.
આ મિટિંગમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના સંબંધિત પોલીસ અધિકારીઓ હાજર રહી જરૂરી સૂચનાઓ અને આયોજન અંગે ચર્ચા કરી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
