નિઝર તાલુકાના બોરદા ગામેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે એક ઇસમને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : કે.ડી. મંડોરા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.દાઉદભાઇ ઠાકોરભાઇ, અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇ, અ.હે.કો. શરદભાઈ સુરજીભાઇ તથા આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ કમલેશભાઇ કૃષ્ણાભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોજે વેલ્દા ટાંકી તરફથી એક ઇસમ બ્લ્યુ કલરના ટ્રેકટરની પાછળ ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ કરેલ છે. તેમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક લઇને બોરદા ગામ તરફ આવે છે, તેવી બાતમી હકીકતનાં આધારે બોરદા ગામની સીમમાં જાહેર રોડ વોય તપાસમાં હતા તે દરમ્યાન ફાર્મટ્રેક કંપનીનુ ટ્રેકટર ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ સહીતનુ રજીસ્ટર નંબર RJ-06 R-9731 લઇને રામેશ્વરભાઇ નાનુજી જાટ ઉ.વ. ૨૮ હાલ રહે.નિઝર આર.જી.પટેલ હાઇસ્કુલ પાસે મકાનમાં ભાડેથી તા.નિઝર જી.તાપી.મુળ રહે.સોપુરાગામ સવાઇપુર થાના બોડલીયાસ જી.ભીલવાડા (રાજસ્થાન) આવેલ તેના કબજાના ફાર્મટ્રેક કંપનીનુ ટ્રેકટરના સીટ નીચે લોખંડ પેટીમાં ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક નંગ ૪૫ કિંમત રુપીયા ૯,૦૦૦/- તથા ઇલેક્ટ્રીક કરંટ માટેની લાકડાના બોક્ષમાં મુકેલ બેટરી કીં.રૂ. ૫૦૦/-તથા ૫૦ મીટર વાયરની કિંમત રૂપિયા ૫૦૦/- તથા મોબાઇલ નંગ કિંમત ૫૦૦/- તથા ફાર્મટ્રેક કંપનીનુ ટ્રેકટર ડ્રીલ કમ્પ્રેશર મશીન ફીટ સહીતનુ રજીસ્ટર નંબર RJ-06 R-9731 કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-ગણી કુલ્લે કિંમત રૂપિયા.૨,૧૦,૫૦૦/-નો મુદ્દામાલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેના વિરૂધ્ધમાં નિઝર પો.સ્ટે.મા ગુનો દાખલ કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) કે.ડી. મંડોરા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી
(૨) એન.પી. ગરાસીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી
(૩) એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
(૪) અ.હે.કો. કમલેશભાઇ કુષ્ણાભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
(૫) અ.હે.કો. શરદભાઈ સુરજીભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
(૬) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ એસ.ઓ.જી. શાખા તાપી
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
