હોસ્પિટલમાં પ્રેમી સાથે રહેવાની જીદ પર અડગ યુવતીને અભયમ ટીમે સમજાવી
181
યુવતીની જીદ સામે અભયમ ટીમની સમજણની જીત કાઉન્સેલિંગથી યુવતી સ્વેચ્છાએ ઘરે પરત ફરી
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત શહેર વિસ્તારમાંથી એક બહેને 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી તેમના નાના બહેન અંગે મદદ માગી હતી. માહિતી મુજબ, તેમના નાના બહેન તેમના પ્રેમીને હોસ્પિટલમાં મળવા માટે ઘરેથી કીધા વગર જ આવી ગયેલ હતા અને બાદમાં ઘરે આવવાની ના પાડી હોસ્પિટલમાં જ રહેવાની જીદ પકડી હતી.
મોટા બહેન તેમને ઘરે લઈ જવા હોસ્પિટલ પહોંચ્યા છતાં યુવતી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી અને પ્રેમી સાથે જ રહેવાનો આગ્રહ રાખતી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા અભયમ ટીમની મદદ લેવામાં આવી હતી.
માહિતી મળતાં જ સુરત અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું કે આવી જીદ રાખવી યોગ્ય નથી અને પરિવાર સાથે રહેવું જરૂરી છે. કાઉન્સેલિંગ બાદ યુવતી સમજી ગઈ હતી અને સ્વેચ્છાએ ઘરે પરત જવા તૈયાર થઈ હતી.
યુવતીએ ખાતરી આપી હતી કે હવે પછી ઘરેથી જણાવ્યા વગર બહાર નહીં નીકળે અને આવી જીદ નહીં કરે. ત્યારબાદ અભયમ ટીમે જરૂરી સલાહ, સૂચન, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી પૂરી પાડી હતી.
પરિવારની હાજરીમાં શાંતિપૂર્ણ સમાધાન થતાં પીડિત બહેને અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના નાના બહેનને સાથે લઈ ઘરે પરત ગયેલ હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
