કુકરમુંડાના સદગવાણ ગામે નેત્રનિદાન અને સારવાર કેમ્પનો 245 દર્દીએ લાભ લીધો : 29 દર્દીઓ ઓપરેશન માટે માંડવી દાખલ

0
IMG-20260409-WA0012
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : કુકરમુંડા તાલુકા ના સદગવાન ગામે યોજાયેલા નેત્રનિદાન અને સારવાર કેમ્પ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો. જેમાં 29 દર્દીને આંખના ઓપરેશન માટે માંડવી દાખલ કરી તાજવીજ હાથ ધરવામાં આવી હતી. જયારે રાહત દરે 56 દર્દીને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અને તાલુકા આરોગ્ય કચેરી કુકરમુંડાના સહકારથી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવીના આયોજિત આંખ ના નિષ્ણાંત તબીબો દ્વારા તા. 09/04/2026 રોજ યોજાયેલ કેમ્પમાં પ્રા. આ કેન્દ્ર સદગવાનના આજુબાજુ ના ગામો પીસાવર, નીભોરા, ઉબદ, ભમશાળ, હોળ, સાતોલા, બાલદા, બહુરૂપા ના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો. દર્દી ની વિનામૂલ્યે તપાસ કરાવમાં આવી હતી. જે પૈકી 29 દર્દીઓ ને માંડવી ખાતે તેજસ આંખ ની હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યા અને 67 દર્દી ને સ્થળ પર રાહત દરે ચશ્માં વિતરણ કરાવમાં આવ્યા હતા.સદગવાન ગામે યોજાયેલ કેમ્પ માં કુકરમુન્ડા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. કૃપલ ચૌધરી,ડો.વિકુંજ પાડવી,તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત,મંત્રી સંજીવ પટેલ

જગદીશ મરાઠે મુખ્ય કન્વીનર ગામ ના આગેવાનો તથા પ્રા.આ કેન્દ્ર સદગવાનની આરોગ્ય ટીમ ખાસ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લાભાર્થીઓ ને સેવા પુરી પાડવામાં આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other