પ્રાકૃતિક વાતાવરણને સોળે કળાએ સજાવતુ વૃક્ષ ગરમાળો : જેના સુંદર પીળા ફૂલો ‘ગોલ્ડન શાવર’થી પણ ઓળખાય છે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગરમાળો એક સુશોભન અને ઔષધીય વૃક્ષ છે, જે ભારતીય ઉપખંડ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં જોવા મળે છે. તે ઉનાળાનાં આકરા તાપમાં ખીલતાં તેનાં સુંદર પીળા ફૂલો માટે જાણીતું છે, જેને ‘ગોલ્ડન શાવર’ પણ કહે છે. તેનાં લટકતાં પીળા ફૂલો રાહદારીઓને શાંતિ અર્પે છે. તે વાતાવરણમાં અનેરી ઠંડક લાવે છે. શહેરથી દૂર પ્રાકૃતિક વાતાવરણને સોળે કળાએ સજાવતુ આ વૃક્ષ ભટગામ-રાજનગર રોડ પર કેમેરાની નજરે ચડ્યુ જે દ્ર્ષ્ટિગોચર થાય છે.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
