181 અભયમ ટીમની સમજાવટથી 79 વર્ષીય વૃદ્ધ મહિલાને મળ્યું પરિવારિક સમાધાન

0
IMG-20260409-WA0004

181

Contact News Publisher

સાસુ-વહુ વચ્ચે ચાલતા ઝઘડાનું કાઉન્સેલિંગ દ્વારા રાજીખુશીથી નિરાકરણ, વૃદ્ધ મહિલાએ વ્યક્ત કર્યો આભાર

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : સુરત શહેરના ઉમરા વિસ્તાર હેઠળ ચોર્યાસી તાલુકાના ગ્રામિણ વિસ્તારમાંથી એક 79 વર્ષીય વૃદ્ધ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર મદદ માટે સંપર્ક કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ વારંવાર અપશબ્દો બોલી ઝઘડો કરતી હોય છે અને નાની બાબતે ઘરેથી નીકળી જવા કહેતી હતી.

માહિતી મળતાં જ 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલા તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે રહે છે, જ્યારે તેમના પતિ દીકરી સાથે રહે છે. લાંબા સમયથી પુત્રવધૂના ગેરવર્તન અને વારંવાર થતા ઝઘડાને કારણે મહિલાએ અભયમ ટીમની મદદ માંગી હતી.

181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષનું ઝીણવટપૂર્વક કાઉન્સેલિંગ કરી સારો અને સન્માનજનક વ્યવહાર રાખવા સમજાવવામાં આવ્યું. સાથે જ પુત્ર અને પુત્રવધૂને વૃદ્ધ માતાની સારસંભાળ રાખવાની નૈતિક ફરજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાયદાકીય સલાહ, સૂચન અને ચર્ચા બાદ બંને વચ્ચેના મતભેદો દૂર કરી રાજીખુશીથી સમાધાન કરાવવામાં આવ્યું. સમસ્યાનું નિરાકરણ થતાં વૃદ્ધ મહિલાએ ભાવુક થઈ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other