વ્યારા : પુત્રવધુના ખૂનના આરોપમાં સાસુ, સસરા તથા સંબંધીને કોર્ટે નિર્દોષ ઠરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા નગરમાં વર્ષ 2023 માં હત્યાના ગુનામાં સાસુ, સસરા તથા સંબંધી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે હાલમાં તાપી જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. તાપી જિલ્લાના વ્યારામાં આવેલ વૃંદાવન ધામ સોસાયટીમાં સાસુ સસરા તથા સંબંધી દ્વારા પુત્રવધુનું મોઢું દબાવી હત્યા કરી નાખવાના મામલે 2023 ના વર્ષમાં વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ વ્યારાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી ટી. આર. દેસાઈ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. આરોપી નંબર એક સાસુ સુનંદાબેન તરફે લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ LADCના ચીફ શ્રી નિલેશ જે. પટેલ દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ તથા અન્ય બે આરોપીઓ તરફે ખાનગી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. સમગ્ર ટ્રાયલ અંડર ટ્રાયલ ચાલી હતી.

આરોપી નંબર એક તરફે બચાવ પક્ષના વકીલ નિલેશ જે. પટેલની દલીલો તથા અન્ય બે આરોપીઓના ખાનગી વકીલની દલીલ સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
