નિઝર તાલુકાના ભીલજાભોલી ગામે સરપંચનાં પતિ પંચાયતનો તમામ વહીવટ ચલાવતા હોવાથી 10 થી 12 બહેનો જોબ-કાર્ડથી વંચિત !!!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) : નિઝર તાલુકાના ભીલજાભોલી ગામે તારીખ 23/5/2020ના રોજ જોબકાડૅ રીન્યુ તથા નવા બનાવવા માટે આપવામા આવેલ, અરજીને 24 દિવસ થયા છતા સંરપચે લોકોને સતોષકારક જવાબ ન આપતા, તલાટીને ટેલીફનીક રીતે જાણ કરી હતી. તેથી ભીલજાભોલીનાઆ તલાટી પોતાની જવાબદારી પ્રમાણે હાજર રહી જોબકાડૅ બનાવી આપવા તૈયાર થયા હતાં. પરંતુ ગૃપગ્રામ પંચાયત ભીલજાબોલી ગામના સંરપચ શ્રીમતિ સવિતાબેનની ગેરહાજરીમા ગામની બહેનોએ બોલા ચાલી કરતા 10થી 15 બહેનો જોબકાડૅ લીધા વગર જ ભીલજાભોલીના ગ્રામપંચાયતમાંથી ઘર તરફ નીકળી ગયા હતા. વારંવાર સરપંચ બહેન હોવા છતા એમના પતિ નામે વસાવે કિરણભાઈ પોતે આગેવાની લઈ પંચાયતનો તમામ વહીવટ ચલાવે છે, એવુ જણવા મળ્યું છે. એટલુ જ નહીં પરંતુ જે સભ્ય પોતાના વોર્ડના કામની માંગણી કરે તો તેમનું પણ સંભાળવામાં આવતું નથી. નામે નીતાબેન કરસનને તથા પંચાયતના ચુટાયેલ બહેનો ને પણ મિટીગમા બોલાવતા નથી, દરેક કામોમા પોતાની મનમાની કરી રહયા છે. કાયદામાં એવું અમલ કરવામાં આવેલ છે કે શ્રીમતિ સરપંચપદ પર હોય તો સરપંચપદ શ્રીમતિ જ ચલાવી શકે. એમનો પતિ નહીં. સભ્યમાં પણ એવીજ રીતે જે સભ્યપદ પર હોય એજ સભ્યપદ ચલાવી શકે. બીજા નહીં. છતા પણ નિઝર તાલુકાના ગામોમાં સરપંચ શ્રીમતિ હોય તો એમનાં પતિ સરપંચપદ ચલાવે છે અને સભ્ય શ્રીમતિ હોય તો એમનાં પતિ જ સભ્યપદ ચલાવે છે. સ્થાનિક અધિકારીઓને પણ આ વાતની ખબર છે છતાં પણ સ્થાનિક અધિકારીઓએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પણ બહેનોની જગ્યાએ સરપંચ કે સભ્યની જગ્યાએ એમના પતિઓજ બધુ કામકાજ કરે છે. છતા પણ સ્થાનિક અધિકારીઓ એ ચલાવી લે છે. શુ જિલ્લા પ્રશાસનને જોવાનું નથી કે આવા પ્રશ્નો સ્થાનિક અધિકારીઓ પર ઉઠી રહયા છે. જયારે કોઈ બહેનો રજુઆત કરે તો ત્યારે બહેનોની રજુઆતને કોઈ સાંભળતુ નથી અને તાલુકા લેવલના અધિકારીઓના નામથી બહેનોને બીવડાવામાં આવે છે. તો શું આને લોકશાહી કહેવાય ? 50 અનામત બહેનોને સામાન્ય જોબકાડૅ માટે એટલું સહન કરવું પડતુુ હોય તો બીજુ કેવુ ચાલતુ હશે ? સરકારશ્રી એક તરફ લોકો માટે રોજગારી આપે છે તો બીજી તરફ સ્થાનિક અધિકારીઓ બહેનો માટે જોબકાર્ડ પણ કાઢી આપવામાં આના કાની કરે છે, તો લોકોને રોજગારી ક્યાંથી મળશે ? પોતાના અધિકાર માટે લોકો જોબકાર્ડની માંગણી કરી રહયા છે. આ પ્રગતીશીલ દેશમાં સ્ત્રીઓને હાંસિયામાં ધકેલવામાં આવી રહી છે.