ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બિપીનભાઈ રમેશભાઈ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- આશિષ વાનસિંગ વળવી, ઉ.વ.૨૯, હાલ રહે. લક્કડકોટ નિશાળ ફળીયુ, તા.નવાપુર જી.નંદુરબાર(મહા.) મૂળ રહે-ઝારીપાડા, પો.ભાદવડ તા.નવાપુર જી.નંદુરબાર (મહા.)ને તા.૦૭/૦૪/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના, એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઈ, એ.એસ.આઇ. આનંદજીભાઈ ચેમાભાઇ, અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
