તાપી જિલ્લામાં ચૂંટણીને અનુલક્ષીને હથિયાર જમા કરવા સંદર્ભે જાહેરનામુ

0
elec
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭ :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, તાપી જિલ્લાના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હેઠળના તમામ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ 1959 ની કલમ 2 ની વ્યાખ્યામાં આવતુ કોઈપણ હથિયાર પોતાની પાસે રાખવા, ધારણ કરવા તેમજ હથિયાર સાથે હરવા-ફરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

તતાપી જિલ્લાના કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યક્તિઓએ પણ જો તેઓ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હેઠળના વિસ્તારમાં રહેતા હોય તો હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

આ જાહેરનામાનો અમલ તા.30.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *