કુકરમુંડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે ક્વિઝ સ્પર્ધા યોજાઈ 

0
IMG-20260407-WA0003
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭ :- તાપી જિલ્લામાં તા. ૨૬.૦૪.૨૦૨૬ ના રોજ વ્યારા નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે મતદાન પ્રક્રિયામાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા અને મતદારોમાં જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં યોજાઈ રહેલી વિવિધ જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનો આશય વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ અને ગ્રામજનોને મતદાનના મહત્વ વિશે સમજાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે મંગળવારના રોજ કુકરમુંડા તાલુકાની ઉટાવદ પ્રાથમિક શાળા તેમજ બેજ પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ક્વિઝમાં મુખ્યત્વે મતદાનનો અધિકાર, મતદાન જાગૃતિ, ચૂંટણી પ્રક્રિયા, ઈવીએમ સહિત મતદાનનું મહત્વ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *