ઓલપાડનાં ઝાંપાફળિયા ખાતે બિરાજમાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી ઉજવવામાં આવી

0
IMG-20260407-WA0001
Contact News Publisher

૧૧૯ વર્ષથી પ્રસ્થાપિત મંદિરમાં ભગવાનને સિંહાસનની ભેટ ધરવામાં આવી       

 

(પ્રતિનિધિ દ્વારા,  ઓલપાડ) :  સૃષ્ટિનાં પાલનહાર એવાં ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોનાં હૃદયકમળમાં બિરાજમાન છે. જે પૈકી ભગવાન વિષ્ણુ લોકવાયકા મુજબ લક્ષ્મીનારાયણ નામે પણ પ્રચલિત છે. ઓલપાડ નગરનાં નાનકડાં ઝાંપાફળિયામાં ભગવાન શ્રી લક્ષ્મનારાયણનું પૌરાણિક મંદિર આવેલું છે જેની સ્થાપના આજથી ૧૧૯ વર્ષ પહેલાં સંવત ૧૯૬૩ માં થઈ હતી. સ્થાપના સમયથી ફળિયાની તડકીછાંયડી, શુભાશુભ ઘટનાઓનાં સાક્ષી ભગવાન શ્રી લક્ષ્મનારાયણની પૂજા-અર્ચના ભક્તિભાવપૂર્વક ફળિયાનાં રહીશો આજપર્યંત કરતા રહ્યાં છે. સંવત ૨૦૮૨ ચૈત્ર સુદ બારસ ને સોમવારનાં રોજ સર્વે ભક્તજનોનાં સુખમય જીવન કાજે તથા ભગવાનની કૃપાદ્રષ્ટિ સદા વરસતી રહે એવાં શુભ ભાવ સાથે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવી હતી.

પ્રભુજીની સાલગીરીની ઉજવણીનાં ભાગરૂપે ભજન સંધ્યાનું તથા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આરંભથી અંત સુધી નિ:સ્વાર્થ ભાવે જહેમત ઉઠાવી સૌ ઝાંપાફળિયાનાં રહેવાસીઓએ સાલગીરીને સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. અંતમાં મહોલ્લાવાસીઓએ ખૂબ જ આસ્થાપૂર્વક પોતાનાં પરિવાર સહિત સમગ્ર જીવસૃષ્ટિનાં કલ્યાણ માટે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રાર્થના કરી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *