સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી : ઉમેદવારી પત્રો ભરવા સંબંધિત કેટલાંક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું 

0
elec
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે તેમની કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી તેમજ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ ૫ વ્યક્તિઓથી વધુ વ્યક્તિ કચેરીમાં જઈ શકશે નહી.

આ જાહેરનામાનો અમલ તા.૧૧.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *