મતદાન મથકથી ૨૦૦ અંતર સુધીમાં મંડપ ન બાંધવા સંદર્ભે જાહેરનામુ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, મતદાન મથકથી ૨૦૦ મીટરની અંતર સુધીમાં કોઈપણ મંડપ બાંધવો નહી અને એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી, વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહી.
આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તામંડળની લેખિત મંજુરી મેળવવી અને સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓને જાણ કરવી જોઈશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ, ચિન્હ પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ લખેલુ હોવુ જોઈએ નહી. મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા, એકત્ર કરી શકાશે નહી. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહી. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય કરવું નહી. મતદાનમથકની 100 મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટસ લઈ પ્રવેશ કરી શકાશે નહી
આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
