સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી : ઉશ્કેરણીજનક ભાષણો આપવા સંદર્ભે જાહેરનામુ

0
elec
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 05 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, ઉશ્કેરણી જનક ભાષણો, ચાળા પાડવાની અથવા નકલો કરવાની, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા તેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપવાની અથવા ચાળ કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાદેખી અથવા તેઓ ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે.

આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *