ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવારે તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
