તાપી જિલ્લામા મકાન-દુકાન ભાડે આપનાર ભાડુઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અંગેનું જાહેરનામું
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.04 :- તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જિલ્લામાં કોઈ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોની માલિકો કે સંચાલકો અગર તો આ માટે આવા મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમો ભાડે આપેલ છે તથા હવેથી ભાડે આપતા મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમોના માલિકો, સંચાલકોએ માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન, તથા મામલતદાર કચેરીમાં ત્વરિત આપવાની રહેશે.
નોંધનીય છે કે, મકાન, દુકાન, જગ્યાના માલિક તથા ભાડે આપવા સત્તા ધરવતા વ્યક્તિ, જે વ્યક્તિને ભાડે આપેલ છે તેમજ ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરમાનુ સંપર્ક નંબર, ભાડુઆતના ફોટા, તેના મૂળ વતન-સરનામુ, ભાડુઆતના બે-ત્રણ સગાસંબધીઓના નામ, ભાડે લેવાનો હેતુ, દુકાન જે તારીખથી ભાડે આપેલ છે તેની વિગતો તેમજ મકાન, દુકાન, જગ્યા ભાડે આપેલ છે તે લીવ લાઈનસન્સ કરારથી આપેલ છે કે કેમ તેની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન કે મામલતદાર કચેરીએ જમા કરાવવાની રહેશે.
આ જાહેરનામાની અમલવારી તા. ૨૬.૦૫.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
