તાપી જિલ્લામાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

0
loud speaker
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 04 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, ચુંટણી પ્રક્રિયા દરમિયાન સભા, સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ચૂંટણી પ્રચારના કામે સવારે 8 કલાક પહેલા અને રાત્રિના 10 કલાક પછી કરી શકાશે. નહી. આ માટે અગાઉથી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની રહેશે.

વધુમાં આ બાબત સ્થાનિક કાયદા અને વિસ્તારની જરૂરિયાતના સ્થાનિક ખ્યાલ અને મોસમની સ્થિતિ, ઉત્સવ, પ્રસંગ, પરીક્ષા સમય ખાસ કરીને વિદ્યાર્થીઓ, વૃદ્ધો, બીમાર અને અશક્ત વ્યક્તિઓની શાંતિ અને સ્વસ્થતામાં ખલેલ પહોંચે નહી વગેરેની બાબતો કેન્દ્રમાં રાખવાની રહેશે.

સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાયના કોઈ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહી. તદઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનુ રહેશે.

કોઈપણ મતદાન વિસ્તારમાં ચૂંટણી પૂર્ણ થવાના ઠરાવેલ કલાકો સહિત પુરી થતી ૪૮ કલાકની મુદ્દત દરમિયાન પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ હોઇ ઉક્ત સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *