તાપી જિલ્લામાં ચૂંટણીલક્ષી આચારસંહિતાનો ભંગ કરતા વાંધાજનક મેસેજીસ કરવા ઉપર પ્રતિબંધ

0
smsmessage
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ, સંસ્થા, મંડળી, રાજકીય પક્ષ, બિનરાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ અને જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના ઉમેદવારો દ્વારા ચૂંટણી સંબંધી આચારસંહિતાનો ભંગ કરતા અથવા કાયદો વ્યવસ્થા જોખમમાં મૂકે તેવા કોઈપણ પ્રકારના વાંધાજનક મેસેજીસ તથા એમ.એમ.એસ. કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યુ છે. આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *