લાજપોર જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આરોપીને ઝડપી પાડી નવાપુર પોલીસ સ્ટેશનનો વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

0
IMG-20260404-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ એલ.સી.બી. તાપી, એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ અને આ.હે.કો. મહાવિરસિંહ નીરૂભાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “એક ઇસમ કે જેણે શરીરે પીળા કલરનું ફુલ બાંયનુ શર્ટ તથા ભુરા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે જે શંકાસ્પદ એવી એક કાળા કલરની સ્પેલન્ડર મોટર સાયકલ લઇને ફરે છે અને હાલ તે કપુરા થી વ્યારા તરફ જાય છે.” તેવી બાતમી હકિકત આધારે કપુરા ગામની સીમમા માઁ કામલ ધામ પાસે વોચમાં રહેતા કપુરા તરફથી વ્યારા તરફ જતો ઉપરોક્ત બાતમી હકિકતવાળો આરોપી- પરેશ ઉર્ફે પ્રવિણભાઇ પરસોત્તમભાઈ ગામીત, ઉ.વ.૩૫, રહે. મોટુ ફળીયુ, ચીખલીગામ, તા.વ્યારા, જી.તાપીને પકડી પાડી મો.સા. અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ કે મો.સા. ના માલિકીના દસ્તાવેજી પુરાવા રજુ કરતો ન હોઇ આ મો.સા. ચોરી/છળકપટની હોવાનો સ્પષ્ટપણે શક થતા મળી આવેલ હિરો કંપનીની સ્પેલેન્ડર પ્લ્સ મો.સા. નં.- GJ-26-M-1194ની આશરે કિં.રૂ. ૩૦,૦૦૦/- ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી મોટર સાયકલ બાબતે તપાસ કરતા મોટર સાયકલ ચોરી બાબતે મહારાષ્ટ્ર રાજય નંદુરબાર જીલ્લાના નવાપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૭૯/૨૦૨૬ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ, આરોપીની વધુ પુછપરછ કરતા આરોપી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પાકા કેદી નં.-૧૭૦૩ તરીકે આજીવન કેદના ગુનામાં સજા કાપતો હોય અને તેણે દિન-૧૦ની મુદ્દતની વચગાળાની પેરોલ રજા મેળવેલ અને તેની રજા મુદ્દત પુરી થતા તેણે તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૧૨/૦૦ કલાકે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હાજર થવાનુ હતુ પરંતુ મજકુર ઇસમ નિયત સમયે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ ન હોય લાજપોર જેલ દ્વારા તેને ફરારી જાહેર કરેલ હોઇ તેને પકડી પાડી લાજપોર, મધ્યસ્થ જેલ ખાતે કેદ રહેવા મોકલી આપેલ છે.

પકડાયેલ આરોપી:-

પરેશ ઉર્ફે પ્રવિણભાઇ પરસોત્તમભાઇ ગામીત, ઉ.વ.૩૫, રહે. મોટુ ફળીયુ, ચીખલી ગામ, તા.વ્યારા, જી.તાપી

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) હિરો કંપનીની સ્પેન્ડર પ્લ્સ મો.સા. નં.-GJ-26-M-1194 જેના ચેચીસ નં.- MBLHA10 BWGHA75022 તથા એન્જીન નં.- HA10EWGHA 75914 કિ.રૂ.૩૦,000/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) મહારાષ્ટ્ર રાજય નંદુરબાર જીલ્લાના નવાપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ એલ.સી.બી. તાપી તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહ, હે.કો. મહાવિરસિંહ નીરૂભા, , પો.કો. હસમુખભાઇ વીરજીભાઇ તેમજ એલ.સી.બી. સ્ટાફના હે.કો. ભુપેન્દ્ર મોહબ્બતસિંહએ કામગીરી કરેલ છે.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *