રોટરી અંકલેશ્વર દ્રારા ફાઉન્ડેશન ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત રાજ્યની ત્રણ હોસ્પિટલને સહાય
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી અંકલેશ્વરે રોટરી ફાઉન્ડેશન ગ્લોબલ ગ્રાન્ટ GG 2579138 અંતર્ગત, રોટરી ક્લબ ઓફ તાપી સુરત અને રોટરી રાજકોટ ગ્રેટર સાથે મળીને ત્રણ હોસ્પિટલને સહાય માટે હાથ મિલાવ્યા હતાં. ગ્રાન્ટનાં પ્રાથમિક સંપર્ક DMGG મનીષ શ્રોફે માહિતી આપી કે કાકા બા હોસ્પિટલ, હાંસોટ; શ્રી જાબેશ્વર હરિ કૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ખંભાત અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર, સાવરકુંડલા એમ ત્રણેય સંસ્થાઓને કુલ રૂ. 31 લાખની સહાય આપવામાં આવી. કાકા બા હોસ્પિટલને રૂ. 8.50 લાખનાં ઓપરેશન થિયેટર (OT) ઇન્સ્ટ્રુમેન્ટ્સ હસ્તાંતર કરવામાં આવ્યા. આ પ્રસંગે DG અમરદીપસિંહ બુનેટ, IPDG તુષાર શાહ, DRFC PDG પ્રશાંત જાની, DGND રોટ, વિપુલ પટેલ, PDG સંતોષ પ્રધાન, DMGG મનીષ શ્રોફ, પ્રેસિડેન્ટ પંકજ ભારવાડા, DS રામચંદ્ર માને, PE સુનીલ નડકર્ણી, PN ધર્મેન્દ્રભાઈ શાહ, AG જિગ્નેશ પટેલ અને પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત, રોટરી ક્લબ ઓફ તાપી સુરતે કાકા બા હોસ્પિટલને રૂ. 15 લાખનાં બે ડાયાલિસિસ મશીનો પણ અર્પણ કર્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
