આકાશ પટેલની ઉડાન : અણીતા ગામનાં યુવા કાર્યકરની સુરત જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાનાં ઉપપ્રમુખ તરીકે વરણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતીય જનતા પાર્ટીનાં સેવા જ સંગઠનનાં પવિત્ર મંત્રને ચરિતાર્થ કરવા માટે પક્ષ દ્વારા ઓલપાડ તાલુકાનાં અણીતા ગામનાં કર્મઠ, વિશ્વાસુ, પ્રામાણિક એવાં શિક્ષિત યુવા કાર્યકર આકાશકુમાર અંબુભાઈ પટેલને સુરત જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ સમાચાર સાથે તેમનાં વતન અણીતા ગામ સહિત કીમ પંથકમાં આનંદની લહેર પ્રસરી હતી. તેમની આ નોંધપાત્ર વરણી બદલ તાલુકાનાં રાજકીય વડીલો, મિત્રમંડળ તથા ગ્રામજનોએ અભિનંદન સાથે ભવિષ્યમાં ઉત્તરોત્તર સફળતા અને પ્રગતિ મળે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે આકાશ પટેલે તેમને મળેલ જવાબદારી બદલ સુરત જિલ્લા સહિત ઓલપાડ ભારતીય જનતા પાર્ટીનાં શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર મૂકેલો આ વિશ્વાસ માત્ર પદ નહીં, પરંતુ મારી જવાબદારી છે. તેમણે ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સશક્ત નેતૃત્વમાં અંત્યોદયનો વિકાસ, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ, સંગઠન મજબૂતી અને પક્ષની વિચારધારાને ગામડે-ગામડે પહોંચાડવા હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરીશ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other