કુકરમુંડાના પાણીબારા ગામેથી ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કુકરમુંડા પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ કુકરમુંડાના પાણીબારા ગામેથી ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનાના કામે ફરીયાદીશ્રી ના ખુલ્લા ઘરમાંથી ચાંદીના દાગીના કિ.રૂ.૪૫૦૦૦/- ની ચોરી થયા અંગે ફરીયાદ નોંધાયેલ હતી. જે ગુનો શોધી કાઢવા કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી આઈ.ડી. દેસાઈએ અનડીટેકટ ગુનો શોધી કાઢવા સારૂ આપેલ સુચના આપેલ હતી. જે આધારે શ્રી ડી.ડી. રાવલ, પો.સ.ઇ. તથા અ.હે.કો. રવિભાઇ હરીયાભાઇ તથા અ.પો.કો. જનકકુમાર મનુભાઈ તથા આ.પો.કો. કમલેશભાઈ કિશનભાઈ તથા આ.પો.કો. ભરતજી ગજુજી પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.પો.કો. જનકકુમાર મનુભાઈ તથા આ.પો.કો. ભરતજી ગજુજીને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુનાનો આરોપી ચોરી કરેલ ચાંદીના દાગીના વેચાણ કરવા માટે નિકળેલ છે અને તેઓ ફુલવાડી ત્રણ રસ્તા પાસે બસ સ્ટેન્ડ પાસે ઉભો છે તેવી મળેલ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જતા ત્યાં આગળ બાતમી હકીકત વાળો એક ઇસમ ઉભો હોય, જેની પુછપરછ કરતા તે પોતાનુ નામ ભાવુકુમાર વિનેશભાઇ વળવી ઉ.વ.૨૮ રહેવાસી- પાણીબારા તા.કુકરમુંડા જી.તાપી નો હોવાનુ જણાવેલ જેથી આ ઇસમની પંચો રૂબરૂ અંગ ઝડતી તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીની બંગડી નંગ -૦૩ કિ.રૂ. ૩૭,૫૦૦/- તથા ચાંદીનુ કડુ નંગ-૦૧ કિ.રૂ. ૭,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૫૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હતો. જે દાગીના બાબતે પુછતા તેઓએ પાણીબારા ગામેથી ચોરી કરેલ હોવાની કબુલાત હોય, જેથી આ આરોપીની તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આમ, ઉપરોકત ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકો માં પકડી અનડીટેકટ ગુનો ગણતરીના કલાકોમાં શોધી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપી :-
ભાવુકુમાર વિનેશભાઇ વળવી ઉ.વ.૨૮ રહેવાસી- પાણીબારા તા.કુકરમુંડા જી.તાપી
રીકવર કરેલ મુદ્દામાલ :
(૧) ચાંદીની બંગડી નંગ -૦૩ કિ.રૂ. ૩૭,૫૦૦/-
(૨) ચાંદીનુ કડુ કિ.રૂ.૭,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
(૧) શ્રી આઈ.ડી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર
(૨) શ્રી ડી.ડી. રાવલ, પો.સ.ઇ.
(૩) અ.હે.કો.રવિભાઇ હરીયાભાઇ.
(૪) અ.પો.કો.જનકકુમાર મનુભાઈ.
(૫) આ.પો.કો.કમલેશભાઈ કિશનભાઈ.
(૬) આ.પો.કો.ભરતજી ગજુજી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
