તાપીમાં પોલીસ મહિલા કર્મચારીઓ માટે ‘કામકાજના સ્થળે જાતીય સતામણી નિવારણ’ અંગે સેમિનાર યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 26 :- ​તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી સુલોચના એસ. પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૨૫ માર્ચના રોજ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ખાસ કાયદાકીય સેમિનાર યોજાયો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના સંકલન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓને ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩’ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

​આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે એક્શન એઇડ સંસ્થાના સ્ટેટ લીડ સુશ્રી સુશિલા પ્રજાપતિએ હાજર રહી કાયદાની વિવિધ જોગવાઈઓ સમજાવી હતી. તેમણે જાતીય સતામણીના પ્રકારો, આંતરિક સમિતિ (IC) અને લોકલ કમિટીની રચના તેમજ તેની કાર્યપદ્ધતિ વિશે તલસ્પર્શી માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ સરકારી કચેરીઓમાં ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા મજબૂત કરવા અંગે કર્મચારીઓ સાથે સીધો સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *