રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાંણા સગેવગે કરવા આપનાર ટોળકીના બે આરોપીઓને શોધી કાઢતી કુકરમુંડા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ કોઇ અજાણ્યા મોબાઇલ નંબર 7888XXXX61 વાળા ઇસમે ફરીયાદીના મોબાઇલ નં.8347XXXXX4 ઉપર ફોન કરી તેમને વિશ્વાસમાં લઇ,૫૧,૦૦૦/-રૂપિયા મની ટ્રાન્સફર કરવાનું કહી,ત્યાર બાદ મજકુર મોબાઇલ નં-7888XXXX61 વાળા ઇસમે ફરીયાદીના મિત્ર સાહેદ-રાજુભાઇ સુર્યવંશીના મોબાઇલ નં-99042Xxxx9 ઉપર ફોન કરી પ્લમબિંગ કામની લાલચ આપી તેને પણ વિશ્વાસમાં લઇતેના મોબાઇલ ફોન ઉપરથી ફરીયાદીને વાત કરવાનું કહી,અજાણ્યા મોબાઇલ નં-7888XXXX61 વાળા ઇસમ જોડે ફરીયાદીએ વાત કરી તેણે આપેલ મોબાઇલ નં-7069XXXX62 જે VIJAY BHUPATBHAI NAKUM નામના ઇસમ જેની UTR NO- 573778254750 તથા ટ્રાન્જેકશન આઇ.ડી. T2511201654474494592605 માં પહેલી વખત રૂપિયા ૨૭,૦૦૦/- ટ્રાન્જેકશન કરી, ત્યાર બાદ ફરીયાદીના નાનાભાઇ કુનાલભાઇ પ્રકાશભાઇ વિસપુતેના મોબાઇલ ફોન નં- 90990XXXX4 જે ફોન-પે એપ્લિકેશન સાથે લિંકથી જોડાયેલ છે જે ફોન-પે યુ.પી.આઇ આઇ.ડી નંબર- 9099037584-2@axl ઉપરથી મોબાઇલ નં-7069XXXX62 જે VIJAY BHUPATBHAI NAKUM UTR NO-107490327076 તથા ટ્રાન્જેકશન આઇ.ડી. T25112016553 10145127674માં બીજી વખત રૂપિયા ૨૪,૦૦૦/-ટ્રાન્જેકશન કરી, ત્યાર બાદ ત્રીજી વખત મોબાઇલ નં-7069XXXX62 જે VIJAY BHUPATBHAI NAKUM UTR NO-474616966576 તથા ટ્રાન્જેકશન આઇ.ડી. T251120 1656118884381050 રૂપિયા ૧૦,૦૦૦/-ટ્રાન્જેકશન કરી આમ કુલ ૬૧,૦૦૦/-રૂપિયા ફરીયાદી પાસેથી ટ્રાન્સફર કરાવી તેમની સાથે ઓન લાઇન છેતરપિંડી વિશ્વાસઘાત કરતા કુકરમુંડા પોલીસ સ્ટેશનમા તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ ગુનો નોધવામાં આવેલ હતો અને કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જેના આધારે આ ગુના ના કામે આરોપીઓને અટક કરી ગુનો શોધવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) મુસ્તુફા ઉર્ફે ખસીયો અનવરભાઇ દાણાવાલા ઉ.વ.૨૮ રહેવાસી- અંધારીયાવાડ રોડ ભારત ફુટ દુકાનની બાજુમાં ધોરાજી તા.ધોરાજી જી.રાજકોટ (૨) સલમાન જબ્બાર ફકીર ઉ.વ.૩૪ રહેવાસી- ઉપલેટા રોડ લાયસન્સ કલબની પાછળ ધોરાજી તા.ધોરાજી જી.રાજકોટને તા.૨૪/૦૩/૨૦૨૬ ના રોજઅટક કરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ :

(૧) શકીલ (૨) સિરાજ (૩) વિજયભાઇ ભુપત નકુમ

ડીટેકટ થયેલ ગુનાઓ

(૧) કુકરમુંડા પોલીસ સ્ટેશન *બી* પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪ ૦૧૧૨૬૦૦૧૭/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) તથા ધી ઇન્ફરર્મેશન એક્ટ કલમ-૬૬(સી),કડ(ડી) મુજબ

આમ, કુકરમુંડા પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના બે આરોપીઓને પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી આઈ.ડી. દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર)

2) અ.હે.કો. રવિભાઇ હરીયાભાઈ નોકરી- કુકરમુંડા પોલીસ સ્ટેશન

3) અ.પો.કો. મેહુલભાઇ માવજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન

4) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઈ નોકરી- કુકરમુડા પોલીસ સ્ટેશન

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other