ઉચ્છલ તાલુકાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડાંગની મુલાકાતે  

Contact News Publisher

પ્રેરણા પ્રવાસનો આશય પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25 :- ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત રાજ્ય અંદર પ્રેરણા પ્રવા’ અંતર્ગત ઉચ્છલ તાલુકાના ખેડૂતોએ નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ-ડાંગ કેમ્પસની મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય આશય ખેડૂતો, ખાસ કરીને મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની નવીનતમ પદ્ધતિઓ અને કૃષિ ઉપયોગી તકનીકોથી અવગત કરાવવાનો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉપસ્થિત ખેડૂત જૂથને નિષ્ણાતો દ્વારા મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ કેવી રીતે મેળવી શકાય તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રેરણા પ્રવાસમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેતીમાં આધુનિક અને કુદરતી અભિગમ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other