તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાની ઉપસ્થિતિમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
આશરે ૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લેનાર નિક્ષય મિત્ર એનસીપીએલ કાકરાપારની ટીમનું સન્માન કરાયું
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25 :- તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયાના અધ્યક્ષસ્થાને મંગળવારે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યુ કે, ટીબીના રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે માત્ર સારવાર જ નહીં પરંતુ દર્દીઓને પોષણક્ષમ આહાર અને સામાજિક સહકાર મળે તે પણ અત્યંત જરૂરી છે.
આ તકે તાપી જિલ્લાના આશરે ૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લઈ નિક્ષય મિત્ર તરીકેની જવાબદારી સુપેરે નિભાવવા બદલ NPCL કાકરાપાર ગુજરાત સાઈટની ટીમને વિશેષ સન્માનિત કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. રાજુભાઈ ચૌધરી, MODTC ડૉ. અભિષેક ચૌધરી, ART MO ડૉ. નીરવ ગામિત, અને DPC ડૉ. ગ્રીષ્મા, NTEP સ્ટાફ, મેડિકલ ઓફિસર્સ, CHO, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્મસિસ્ટ તેમજ MPHW, FHW અને આશા વર્કરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
