ઉકાઈ અને ભૂરીવેલ ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો : ૩૦થી વધુ લાભાર્થીઓ જોડાયા 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.25 :- તાપી જિલ્લાના ઉકાઈ અને ભૂરીવેલ સેન્સસ ટાઉન ખાતે ૨૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ પીએમસી અભિયાન અંતર્ગત ખાસ જાગૃતિ શિબિર યોજાયો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત ૩૦ થી વધુ લોકોને ‘પીએમ સ્વનિધિ’ યોજના અંગેની વિસ્તૃત સમજૂતી અને તેનાથી થતા આર્થિક લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજસભાઈ ચૌધરી, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરશ્રી ભરત મકવાણા, વ્યારા નગરપાલિકા મેનેજરશ્રી મયંકકુમાર ચૌધરી તેમજ FLCC કાઉન્સેલરશ્રી અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રી અને સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, SBI તથા BOB ના બેંક મેનેજરશ્રીઓએ પણ હાજરી આપી લાભાર્થીઓને યોજનાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other