સોનગઢ તાલુકાના પોખરણ ગામના પાટીયા પાસેથી ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સાથે એકને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરાસીયા એસ.ઓ.જી. શાખા તાપી તથા એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ, આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદ્વરાવ, અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તથા આ.પો.કો વિપુલભાઇ રમણભાઇ, આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ તથા આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સોનગઢ તરફ થી એક ઇસમ એક બુલ્યુ કલરની મોપેડની ડીકીમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક લઇને પોખરણગામ તરફ જવાનો હોય. તેવી બાતમી હકીકતનાં આધારે પોખરણ ગામના પાટીયાપાસે વોચ તપાસમાં હતા તે દરમ્યાન સુઝુકી કંપનીની એકસેસ મોપેડ નો રજીસ્ટર નંબર GJ-26 AG-1633 લઇને દિપકભાઇ સાકુભાઇ ગામીત ઉ.વ.૨૭રહે.પોખરણગામ નિશાળ ફળિયા તા.સોનગઢ જી.તાપી આવેલ તેના કબજાની એકસેસ મોપેડની ડીકીમાં ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક નંગ ૧૩ કિંમત રુપીયા ૨૬૦૦/- તથા ત્રણ નંગ મોબાઇલ કિંમત ૧૦,૫૦૦/- તથા સુઝુકી કંપનીની એકસેસ મોપેડ રજીસ્ટર નંબર GJ-26 AG-1633 કિંમત રૂપિયા ૪૫,૦૦૦/-ગણી કુલ્લે કિંમત રૂપિયા.૫૮,૧૦૦/-નો મુદ્દામાલ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

(૧) કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપી

(૨) એન.પી. ગરાસીયા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા તાપી

(૩) એ.એસ.આઇ. દાઉદભાઇ ઠાકોરભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

(૪) આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ, એસ.ઓ.જી. શાખા તાપી

(૫) અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

(૬) અ.હેડ.કો. હીરેનભાઇ ચીમનભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

(૭) આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

(૮) આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

(૯) આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇ, એસ.ઓ.જી. શાખા તાપી

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other