કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડતી પાડતી કુકરમુંડા પોલીસ
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ગઇ તા.૦૪/૦૨/૨૦૨૬ ના રોજ પી.આઇ. આઈ.ડી. દેસાઈ તથા અ.હે.કો. રવીભાઇ હરીયાભાઈ તથા અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ તથા અ.પો.કો. જનકકુમાર મનુભાઈ તથા આ.પો.કો. ભરતજી ગજુજી સાથે કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત મટાવલ પોલીસ ચેક-પોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન અ.હે.કો. રવીભાઈ હરીયાભાઈ તથા અ.પો.કો. જનકકુમાર મનુભાઈને મળેલ સંયુક્ત બાતમી આધારે ટાટા કંપનીની અલ્ટ્રોઝ ફોર વ્હિલર ગાડી નં.GJ-19-BE-7940 માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની અલગ – અલગ બાન્ડની કંપની શીલ બોટલો / ટીન ની બાટલીઓ નંગ-૧૭૦૬ જેની કિ.રૂ.૩,૪૮,૬૨૦/- નો પ્રોહિ મુદ્દામાલ પકડી પાડી તથા ટાટા કંપનીની અલ્ટ્રોઝ ફોર વ્હિલર ગાડી નં.GJ-19-BE-7940 જેની કિ.રૂ. ૩,૧૫,૦૦૦/- તથા પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ગાડી માંથી મળી આવેલ મહારાષ્ટ્ર પાર્સિંગની બે નંબર પ્લેટ મળી કુલ્લે કિ.રૂ. ૬,૭૩,૬૨૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો.
જેમાં જે તે વખતે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને પકડવાનો વોન્ટેડ આરોપી આસીફ અલી ઉર્ફે પૈયો અસરફ અલી મોગલ સહે ડેડીયાપાડા, પારસી ફળીયુ ના ડેડીયાપાડા જી.નર્મદાનો ડેડીયાપાડાથી તલોદા તરફ જવાનો હોવાની બાતમી હકીકત આધારે મટાવલ પોલીસ ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમ્યાન આ આરોપી મટાવલ ચેક પોસ્ટ પાસે આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૬ અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
પકડાયેલ આરોપી :-
આસીફ અલી ઉર્ફે પૈયો અસરફ અલી મોગલ રહેવાસી- ડેડીયાપાડા, પારસી ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
(૧) આઈ.ડી. દેસાઈ પોલીસ ઇન્સપેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન
(૨) અ.હેડ.કો. રવીભાઈ હરીયાભાઇ
(૩) અ.પો.કો. જનકકુમાર મનુભાઈ
(૪) આ.પો.કો. કમલેશભાઈ કિશનભાઈ
(૫) આ.પો.કો. ભરતજી ગજુજી
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
