તાપી જિલ્લામાં ૨૯મી માર્ચે ‘ગુજકેટ’ પરીક્ષા યોજાશે

Contact News Publisher

કેટલાંક કિસ્સાઓમાં પરીક્ષા કેન્દ્રોના આસપાસ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.2પી જિલ્લામાં ડિગ્રી એન્જિનિયરિંગ તેમજ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ‘એ’, ‘બી’ અને ‘એબી’ ગ્રુપના પરીક્ષાર્થીઓ માટેની ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) આગામી તા. ૨૯/૦૩/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા વ્યારા સ્થિત જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કૂલ (યુનિટ-૧ અને ૨), શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલય (યુનિટ-૧), શ્રી કે.બી. પટેલ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય અને એમ.પી. પટેલ માધ્યમિક શાળા ખાતેના નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે.

પરીક્ષાની શાંતૂપર્ણ યોજાય તેવા આશયથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડેએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર, પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના ઘેરાવમાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ, ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા તથા લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વધુમાં, પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષાર્થીઓ સહિત કોઈપણ વ્યક્તિ દ્વારા હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા અથવા તેના ઉપયોગ પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ પ્રતિબંધિત આદેશો પરીક્ષા શરૂ થવાના એક કલાક પૂર્વેથી જ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં અમલી રહેશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *