ટીબી મુક્ત તાપીનો સંકલ્પ સાકાર કરવા ઇન્દુ નર્સિંગ કોલેજથી જાગૃતિ રેલી યોજાઈ 

Contact News Publisher

તાપી જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી 

ક્ષય રોગના લક્ષણો, સમયસર નિદાન, નિયમિત સારવાર અંગે જાગૃત કરાયાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 24 :- રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “યસ, વી કેન એન્ડ ટીબી” ની થીમ સાથે તાપી જિલ્લામાં મંગળવારે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.

‘ટીબી હારેગા દેશ જીતેગા’ અભિયાનના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય અધિકારી ડો. રાજીવ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત યોજાયેલી આ રેલી ઇન્દુ નર્સિંગ કોલેજથી પ્રસ્થાન કરી હતી. રેલીએ ઇન્દુ ગામમાં ફરી વળી પુનઃ ઇન્દુ નર્સિંગ કોલેજ ખાતે સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં તબીબી સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ જોડાઈ ક્ષય રોગ નિર્મૂલનનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.

રેલી પૂર્ણ થયા બાદ આયોજિત કાર્યક્રમ દરમિયાન ક્ષય રોગના લક્ષણો, સમયસર નિદાન, નિયમિત સારવાર અને દવાઓ પૂર્ણ લેવાની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબી ટીમ દ્વારા ટીબીના દર્દીઓને સરકાર તરફથી મળતી નિઃશુલ્ક સારવાર અને પોષણ સહાય અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *