છેલ્લા છ માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હતા. દરમ્યાન આજરોજ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ઉચ્છલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંગ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને મળેલ સંયુકત બાતમી આધારે મૌજે ઉચ્છલ સ્ટેશન રોડ ઉપરથી વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- રવિન્દ્રભાઇ લક્ષ્મણભાઇ ખૈરનાર ઉ.વ.૩૬ ધંધો.મજુરીરહે. હાલ-જાનકીનગર નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મૂળ રહે-મારોલી ગલ્લી મુ.પો.નગર દેવળા તા.પાચોરા જી.જલગાંવ મહારાષ્ટ્રનાને તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા ASI બીપીનભાઇ રમેશભાઈ, અ.હે.કોન્સ. લેબજીભાઇ પરબતભાઈ તથા અ.પો.કોન્સ. અરૂણભાઇ જાલમસિંગ તથા અ.પો.કોન્સ. પ્રકાશભાઇ રામાભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
