નિઝરથી મળી આવેલા માનસિક અસ્વસ્થ મહિલાનું પાંચ દિવસમાં પરિવાર સાથે મિલન કરાવતું ‘સખી વન સ્ટોપ સેન્ટર-તાપી’

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- ​તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત તા. ૧૬/૦૩/૨૦૨૬ ના રોજ મળી આવેલા એક અજાણ્યા અને માનસિક અસ્વસ્થ મહિલાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિઠ્ઠલપરા દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઇન મારફતે આશ્રય માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર-તાપી’ ખાતે લાવવામાં આવ્યા હતા. મહિલાની પ્રાથમિક તબીબી તપાસ દરમિયાન તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું હતું. યોગ્ય સારવાર અને કાઉન્સેલિંગ બાદ મહિલાએ પોતે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના હોવાની વિગતો આપી હતી.

​ બાબતની ગંભીરતા સમજીને જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મધુબેન પરમારે તુરંત જ ધુલિયા સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક રોહિણી મહાજન તથા ધુલિયા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સંયુક્ત પ્રયાસોના અંતે જાણવા મળ્યું હતું કે આ મહિલા ધુલિયાના પવન નગર વિસ્તારના રહેવાસી છે અને છેલ્લા ત્રણ માસથી પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા.

​પરિવારને જાણ થતા જ તેઓ તાત્કાલિક તાપી ખાતે દોડી આવ્યા હતા. તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ ઓ.એસ.સી (OSC) સેન્ટર ખાતે આશ્રિત બહેનને લેવા માટે તેમના પતિ, પુત્ર અને પુત્રી આવ્યા હતા. પાંચ દિવસના ટૂંકા ગાળામાં વહીવટી તંત્ર અને પોલીસના સચોટ સંકલનથી વિખૂટા પડેલા પરિવારનું મિલન થતા વાતાવરણ ભાવુક બની ગયું હતું. સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બહેનનું તેમના પરિવાર સાથે સફળ મિલન કરાવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *