તાપી જિલ્લામાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 22 :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ કલેકટરશ્રી નિશાંત કુગાશિયાના અધ્યક્ષતામાં શુક્રવારે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અકસ્માત નિયંત્રણ, જનજાગૃતિ વધારવા માટે સકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવાની મહત્વતા પર ભાર મુક્યો હતો. આ સાથે તેમણે માર્ગ સલામતીના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરીને, ટ્રાફિક નિયમોનું કડક પાલન, વાહનો પર યોગ્ય રીતે રિફ્લેક્ટર લગાડવા સહિતની મહત્વની બાબતો અંગે ધ્યાન દોર્યુ હતુ.
આ બેઠકની સાથે જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ તેમજ કાયદા અને વ્યવસ્થાની બેઠક યોજાઈ હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
