બાજીપુરામાં ખુલ્લી જગ્યામાં ચકલી પોપટ નામનો જુગાર રમતાં પાંચ આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે સાથે વાલોડ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા. દરમ્યાન સાથેના અ.હે.કો. મહાવીરસિંહ નિરૂભા જાડેજા તથા અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, બાજીપુરાગામ હળપતી વાસમાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અંજવાળે કેટલાંક ઈસમો ચકલી પોપટનો જુગાર રમી રમાડી પૈસાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, પેરોલ-ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) હિરેનભાઇ કાંતીલાલ ચૌધરી ઉ.વ.૨૭ રહે.બાવળી ફળીયું ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી હાલ રહે.વાલોડ ગણેશ મંદિરની બાજુમાં તા.વાલોડ જી.તાપી (૨) ભરતભાઇ કિરીટભાઈ ચૌધરી ઉ.વ.૩૦ રહે.બાજીપુરા ગામ દેગામા રોડ પુલ ફળીયા તા.વાલોડ જી.તાપી (૩) અનિલભાઇ રમણભાઇ ચૌધરી ઉ.વ.૪૭, રહે.બુહારી ગામ જીન ફળીયા તા.વાલોડ જી.તાપી (૪) દિલીપભાઈ મોકેનભાઈ ગામીત ઉ.વ.૩૬ રહે.ઇન્ડીયન ઓઇલ પમ્પ પાસે ગોડાઉન પાસે બાજીપુરા તા.વાલોડ જી.તાપી મૂળ રહે.નવાપાડા ગામ તા.સાકી જી.ધુલીયા મહારાષ્ટ્ર (૫) જયેશભાઇ મહેશભાઇ કોંકણી ઉ.વ.૩૮ રહે.દેગામા ગામ પાછલી ફળીયા તા.વાલોડ જી.તાપી ગેરકાયદેસર રીતે ચકલી પોપટ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપીયા-૭૪૦/-તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા-૯,૪૩૦/- મળી રોકડા રૂપીયા.૧૦,૧૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૦,૦૦૦/- તેમજ પ્લાસ્ટીક ચિત્ર દોરેલ ચાર્ટ નંગ-૧ તેમજ પ્લાસ્ટીકની સેત્રંજી નંગ-૧ તથા ગુલાબી કલરનું અંગ્રેજીમાં “ORIGINAL PAPPU PLAYING PICTURES” લખેલ તથા અલગ અલગ ચિત્રો દોરેલ તથા ચીટકીઓ ચોટાડેલ પત્રક નંગ-૧ મળી કુલ્લે કિ.રૂ.૩૦,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી.તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. મહાવીરસિંહ નિરૂભા, અ.હે.કો. હરપાલસિંહ અભેસીંહ, પો.કો. હસમુખભાઇ વીરજીભાઈ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
