વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી નિઝર પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશનની સુચના અને માર્ગદર્શન હેઠળ અનિલભાઈ ઇન્દ્રસીંગભાઈ, પો.કો. ભાણજીભાઈ મગનભાઈ તથા પો.કો. મુકેશભાઈ સેધાજી નિઝર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વ્યાવલ નાકા પાસે વાહન ચેકીંગમાં હતા ત્યારે વાંકા ચાર રસ્તા તરફથી એક સફેદ. મેકસ ફોરવ્હીલ ગાડી રજી નં. MH-24-J-3796 ની આવતા તેમને હાથના ઇશારે સાઇડમાં ઉભી રાખી તેમાં ડ્રાઈવર સહિત ત્રણ ઇસમો બેસેલ હોય અને આ ગાડી ચેક કરતાં પુઠ્ઠાના બોકસમાં પરપ્રાતિય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ હોવાનું જણાય આવતાં તેની પુછપરછ કરતા તે પોતે-પોતાનું નામ (૦૧) ખેમસીંગભાઈ આટ્યાભાઈ વળવી ઉ.વ.૨૭ રહે.વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહાL), (૦૨) રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાયસીંગભાઈ વળવી ઉ.વ.૪૧ રહે. વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહા) તથા (૦૩) ખીમજયાભાઇ આંટયાભાઇ વળવી ઉ.વ. ૩૪ રહે. વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહા.) હોવાનું જણાવેલ અને તેમની પાસે ગુજરાત રાજ્યમાંથી પ્રોહી મુદ્દામાલ વહન કરવા બાબતે કોઈ પાસ પરમીટ ન હોય જેથી આ કામના ઉપરોક્ત આરોપીઓએ સફેદ કલરની મહિન્દ્ર કંપનીની મેકસ ફોરવ્હીલ ગાડી રજી નં. MH-24-J-3796 ની કિ.રૂા. ૨,૫૦,૦૦૦/- માં વગર પાસ પરમિટે પરપ્રાંતિય ભારતીય બનાવટની (૧) કિંગફીશર સ્ટ્રોંગ બીયર ૬૫૦ મી.લી.વાળી કંપનીની શીલબંધ બિયરની કુલ બોટલ નંગ-૬૦ ની કુલ રૂ.૧૬.૮૦૦/- ની તથા (૨) કેન્નોન સુપર સ્ટ્રોંગ ૧૦૦૦૦ બીયર ૬૫૦ મી.લી.વાળી બિયરની બોટલ નંગ-૪૨૦ ની કુલ રૂ.૧,૧૭,૬૦૦/- ની મળી કુલ્લે બીયરની કુલ્લે બોટલ નંગ-૪૮૦ જે કુલ્લે લીટર-૩૧૨ જેની કુલ્લે કિ.રૂા. ૧.૩૪.૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી તથા આરોપીઓના કબ્જા માંથી મળી આવેલ મોબાઇલ નં.૦૩ કિ.રૂા. ૧૫,૦૦૦/- તથા બીલ પાવતીઓ  મળી કુલ્લે કિ.રૂ. ૩,૯૯,૪૦૦/- નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

: પકડાયેલ આરોપીની વિગત :

(૦૧) ખેમસીંગભાઇ આટ્યાભાઈ વળવી ઉ.વ.૨૭ રહે.વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહા)

(૦૨) રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાયસીંગભાઇ વળવી ઉ.વ.૪૧ રહે. વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહા.)

(૦૩) ખીમજયાભાઇ આંટયાભાઈ વળવી ઉ.વ.૩૪ રહે. વોલવાલ તા.ધડગાંવ જી.નંદુરબાર (મહા.)

કામગીરી કરનાર ટીમ :-

પો.ઈન્સ. શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા, પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા, અ.હે.કો. જગદિશભાઇ રામસિંગભાઈ, પો.કો. અનિલભાઈ ઇન્દ્રસીંગભાઈ, પો.કો. ભાણજીભાઈ મગનભાઈ, પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. યતિનભાઈ શ્રાવણભાઈ તથા પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other