ધો.11માં વિનામૂલ્યે પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધો.11 સાયન્સ/આર્ટસ અને ધો.9માં વિનામૂલ્યે પ્રવેશ માટે માઁ શિવદૂતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ, રિધમ હોસ્પિટલની પાછળ, વ્યારા ખાતે તા.06/04/2026ના રોજ સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. સ્કોલરશીપ ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમનાં વિધાર્થીઓ માટે લેવામાં આવશે.
સ્કોલરશીપ ટેસ્ટમાં 1 થી 10માં ક્રમ મેળવનારને 100% શિક્ષણ ફી માફી, 11 થી 20માં ક્રમ મેળવનારને 50% શિક્ષણ ફી માફી અને 21 થી 30માં ક્રમ મેળવનારને 25% શિક્ષણ ફી માફીનો લાભ મળશે. જેમાં ધો.10 ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના પાઠયપુસ્તક આધારિત100 MCQ પ્રશ્નોની ટેસ્ટ લેવામાં આવશે. સ્કોલરશીપ ટેસ્ટમાં ભાગ લેવા માંગતા વિધાર્થીઓએ તા.05-૦4-2026 સુધી શાળા પર આવી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે 9925156898 ,9426845163 અને 9173544778 પર સંપર્ક કરવાનો રહેશે.
સ્કોલરશીપ ટેસ્ટમાં ભાગ લેનાર વિધાર્થીઓને સ્કોલરશીપ ટેસ્ટ ઉપરાંત સરકારશ્રી દ્વારા મળતી શિષ્યવૃતિનો વધારાનો લાભ પણ મળશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other