20મીએ સેવાસેતુ 2.0 ગ્રામ્ય હેઠળ વ્યારા અને ડોલવણના 33 ગામોને આવરી લેવાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 19 :- નાગરિકોને વહીવટી ન્યાય અને યોજનાકીય લાભો ઘરઆંગણે મળી રહે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવાસેતુ કાર્યક્રમ 2.0’ (ગ્રામ્ય) અંતર્ગત 20મી માર્ચ, શુક્રવારે વ્યારા અને ડોલવણના 33 ગામોને આવરી લેવાશે. જેમાં આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત સુધારા, આધાર કાર્ડ અપડેશન તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગેની રજૂઆતોનું સ્થળ પર જ પરામર્શ કરી નિરાકરણ લાવવામાં આવશે.
વ્યારા તાલુકાના ઉંચામાળા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં બેડકુવા દુર, કણજા, ખોડતળાવ, કાળાવ્યારા, લીમડદા, વડકુઈ, ઉંચામાલા, ઘાટા સહિતના 14 ગામો તેમજ ડોલવણના અંતાપુર પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં પીઠાદરા, કલમકુઈ, વાંકલા, પંચોલ, પાટી, ડોલવણ સહિતના 19 ગામોને આવરી લેવામાં આવશે. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગામોના નાગરિકોને આ સેવાસેતુ કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
