તાપી જિલ્લામાં મળી આવેલી વૃદ્ધાને પરિવાર સુધી પહોંચાડવા સખી સેન્ટરનો સરાહનીય પ્રયાસ
181 મહિલા હેલ્પલાઇનના સહયોગથી ઓળખ કરી વૃદ્ધાને નંદુરબાર સેન્ટર ખાતે રીફર કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મહેસાવાદ ગામથી તા. 10 માર્ચે ઘરેથી નીકળી ગયેલ એક વૃદ્ધા તા. 13 માર્ચે વ્યારા તાલુકાના ટીચકપુરા ગામેથી મળી આવી હતી.
મળેલ વૃદ્ધાને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, તાપી ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. મરાઠી ભાષા બોલતી આ વૃદ્ધાની ઓળખ શરૂઆતમાં મુશ્કેલ બની હતી, પરંતુ આધાર કાર્ડના આધારે તેમની ઓળખ સ્થાપિત કરવામાં આવી હતી.
આ અંગે કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા નંદુરબાર સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતા પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત પાટીલના સહયોગથી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં વૃદ્ધાના પરિવારમાં દીકરી અને જમાઈ હોવાની માહિતી મળી હતી.
પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ વ્યારા આવી શકતા ન હોવાથી મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર, તાપીની ટીમ દ્વારા વૃદ્ધાને નંદુરબાર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે રીફર કરવામાં આવ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર તાપીની આ કામગીરી માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
